28 જુલાઇથી ઇંગ્લેન્ડ ખાતે કોમનવેલ્થ ગેમ્સ 2022 શરુ થશે.

  • આ ગેમ્સ 8 ઑગષ્ટ સુધી ચાલશે જેમાં 72 દેશોના લગભગ 5 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. 
  • આ રમતમાં ભારતના લગભગ 215 ખેલાડીઓ 12થી વધુ રમતમાં ભાગ લેશે. 
  • 1994 બાદ ભારતનું આ રમતોત્સવમાં પ્રદર્શન સુધર્યું છે જેમાં અત્યાર સુધીમાં ભારતે 503 મેડલ જીત્યા છે. 
  • સૌપ્રથમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 1934માં ભાગ લીધો હતો. 
  • છેલ્લે વર્ષ 2018માં ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં 26 ગોલ્ડ સાથે કુલ 66 મેડલ જીતીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 
  • કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં સૌથી સફળ ભારતીય ખેલાડી જસપાલ રાણા છે જેણે 1994 થી 2006 સુધી આ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેમજ તેણે કુલ 9 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 15 મેડલ જીત્યા હતા.
Commonwealth Games 2022

Post a Comment

Previous Post Next Post