દિલ્હી સરકાર દ્વારા મહિલાઓને પ્રોફેશનલ ડ્રાઈવર બનવા માટે યોજના અમલમાં મૂકવામાં આવી.

  • પ્રોફેશનલ ડ્રાઈવર ટ્રેનિંગ લેવા ઈચ્છતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટેની આ યોજના છે.
  • સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર, ટ્રેનિંગના 50% ફી ટ્રાન્સપોર્ટ વિભાગ ભોગવશે જેમાં પ્રત્યેક મહિલા માટે લગભગ 4800 રૂપિયા ખર્ચવામાં આવશે.
  • મહિલાઓની તાલીમ બુરારી, લોની અને સરાઈ કાલે ખાન ખાતે સરકાર દ્વારા સ્થાપિત ઇન-હાઉસ ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રોમાં હાથ ધરવામાં આવશે.
  • આ પહેલ મુજબ, સરકાર આ કંપનીઓમાં ડ્રાઇવિંગની નોકરી ઇચ્છતી મહિલાઓ માટે તાલીમ ખર્ચના બાકીના 50% સ્પોન્સર કરવા માટે ફ્લીટ માલિકો અને એગ્રીગેટર્સને આમંત્રિત કરશે. 
  • તેનો એક ઉદ્દેશ્ય એ છે કે તાલીમ પૂર્ણ કર્યા પછી, પહેલ દ્વારા પ્રશિક્ષિત મહિલાઓને આ કંપનીઓમાં ખાતરીપૂર્વકની નોકરી મળી શકે.
  • આ યોજનાનો ઉદ્દેશ્ય જાહેર પરિવહન ક્ષેત્રમાં મહિલાઓ માટે રોજગારીની તકો વિકસાવવાનો છે.    
  • અગાઉ ફેબ્રુઆરીમાં, દિલ્હી સરકારે તેના બસ સંચાલનમાં ડ્રાઇવર તરીકે વધુ મહિલાઓની ભરતી કરવા માટે ધોરણો અને પાત્રતાના માપદંડો હળવા કર્યા હતા.
Delhi government launches plan to aid future women professional drivers

Post a Comment

Previous Post Next Post