ITBP દ્વારા ઉત્તરપૂર્વ ભારતમાં તેનું પ્રથમ તાલીમ કેન્દ્ર સ્થાપવામાં આવ્યું.

  • ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તૈનાત તેના સુરક્ષા કર્મચારીઓને પર્વતીય યુદ્ધની તાલીમ આપવા માટે ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) દ્વારા આ તાલીમ કેન્દ્ર સ્થાપવામાં આવ્યુ છે.
  • ITBP એ ઉત્તરપૂર્વમાં આવા પ્રથમ તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે.
  • આ અગાઉ જોશીમઠ નજીક ઔલી ખાતે 1973-74માં પર્વતારોહણ અને સ્કીઇંગ ઇન્સ્ટિટ્યૂટ (M&SI) નામની તેની પ્રથમ શાળાની સ્થાપનાના લગભગ પાંચ દાયકા પછી આ પ્રથમ તાલીમ કેન્દ્ર સ્થાપવામાં આવ્યુ છે. 
  • M&SI ઉત્તરાખંડની હિમાલયની રેન્જમાં 9,000 ફૂટથી વધુની ઊંચાઈએ સ્થિત છે અને તેણે ITBP, આર્મી, એરફોર્સ અને હજારો અન્ય સુરક્ષા કર્મચારીઓને તાલીમ આપી છે.
  • નવું કેન્દ્ર દૂરસ્થ ડોમ્બાંગમાં સ્થાપિત કરવામાં આવ્યું છે, જે LACની બાજુમાં છે.  
  • તે સિક્કિમમાં 10,040 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે.  
  • સિક્કિમનો 220 કિમીનો વિસ્તાર LAC ને અડીને આવેલો છે.
Training School In Northeast

Post a Comment

Previous Post Next Post