ભારતના પાંચ ભારતીય જલપ્લાવિત વિસ્તારોને આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ-રામસરની માન્યતા મળી.

  • જેમાં કારિકિલી પક્ષી અભયારણ્ય, પલ્લીકરનાઈ વન વિસ્તાર અને પિચાવરમ સુંદરવન, મિઝોરમમાં પાલા જલપ્લાવિત વિસ્તાર અને મધ્યપ્રદેશમાં સખ્ય સાગર વિસ્તારનો રામસર સાઈટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.  
  • હાલમાં દેશમાં કુલ 54 રામસર સાઇટ્સ છે. 
  • રામસર સાઈટ એ રામસર સંમેલન હેઠળ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી વેટલેન્ડ સાઇટ છે, જેને  'The Convention on Wetlands' તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • જે યુનેસ્કો દ્વારા 1971માં સ્થપાયેલી આંતર-સરકારી પર્યાવરણીય સંધી છે, જે 1975માં અમલમાં આવી હતી.
  • રામસર આંતરરાષ્ટ્રીય મહત્વના આર્દ્રભૂમિની ઓળખ કરે છે જે વિશેષ રૂપે જળ પક્ષીઓને આવાસ પ્રદાન કરે છે.  
  • જુલાઈ 2021 સુધી વિશ્વમાં 2424 રામસર જગ્યાઓ છે, જે 254,603,549 હેક્ટર (629,139,070 એકર)માં ફેલાયેલ છે.
  • 171 દેશની રાષ્ટ્રીય સરકાર આમાં કાર્યરત છે.
Five more sites of India's wetlands

Post a Comment

Previous Post Next Post