ગુજરાત સરકાર દ્વારા સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે પોલિસી જાહેર કરી.

  • આ નીતિ દ્વારા ગુજરાત સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે નીતિ જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે.
  • ભારત સરકાર દ્વારા ચીફ અને સેમિકન્ડકટર ઉત્પાદન માટે 76000 કરોડની યોજના બનાવવામાં આવી છે.
  • હાલમાં 90% જેટલી ચીપ અને સેમિકન્ડક્ટર ચીન અને તાઈવાનમાં બને છે.
  • ગુજરાત સરકારે ચીપ અને સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટે બનાવેલ પોલિસી મુજબ ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય ઉપરાંત મૂડી સહાયના 40% ના દરે વધારાની રકમ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. 
  • આ નીતિ અંતર્ગત આગામી પાંચ વર્ષમાં બે લાખ જેટલી રોજગારીનું સર્જન થશે.
  • ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝીયન ખાતે "ધોલેરા સેમિકોન સીટી"સ્થાપવામાં આવશે. 
  • પાત્રતા ધરાવતા પ્રોજેક્ટ્સને પ્રથમ ૨૦૦ એકર જમીન ખરીદી પર ૭૫% સબસિડી અને ફેબ પ્રોજેક્ટ અથવા અપસ્ટ્રીમ કે ડાઉનસ્ટ્રીમ તથા અન્ય પ્રોજેક્ટ્સ માટે જરૂરી વધારાની જમીન ઉપર ૫૦ ટકા સબસિડી આપવામાં આવશે.
Gujarat Govt unveils semiconductor policy, to set up Semicon city

Post a Comment

Previous Post Next Post