- તેણે આ મેડલ જેવલિન થ્રોમાં 88.13 મીટરના થ્રો સાથે જીત્યો છે.
- ભારતે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં આ બીજો મેડલ જીત્યો છે.
- અગાઉ વર્ષ 2003માં અંજૂ બોબી જ્યોર્જે આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
- અગાઉ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો તેમજ 2018માં એશિયન ગેમ્સમાં પણ તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
- વર્ષ 2018માં નીરજ ચોપરાને અર્જૂન એવોર્ડ અપાયો હતો, વર્ષ 2021માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તેમજ તાજેતરમાં જ 26 જાન્યુઆરી, 2022ના રોજ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો.