ભારતીય નાગરિક ઈન્દરમીત ગિલને વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે નિયુક્ત કરાયા.

  • વિશ્વબેંક દ્વારા ભારતીય નાગરિક ઈન્દરમીત ગિલને વિકાસલક્ષી અર્થશાસ્ત્રના મુખ્ય અર્થશાસ્ત્રી અને વરિષ્ઠ ઉપપ્રમુખ (Chief Economist and Senior Vice President for Development Economics) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.  
  • તેઓ યુએસ અર્થશાસ્ત્રી કાર્મેન રેઇનહાર્ટનું સ્થાન લેશે અને તેમની નિમણૂક 1 સપ્ટેમ્બર, 2022થી અમલમાં આવશે.  
  • હાલમાં તેઓ ઇક્વિટેબલ ગ્રોથ, ફાઇનાન્સ અને સંસ્થાઓના વાઇસ પ્રેસિડેન્ટ છે જ્યાં તેઓ મેક્રો ઇકોનોમિક્સ, ક્રેડિટ, ટ્રેડ, ગરીબી અને ગવર્નન્સનો હવાલો સંભાળે છે.
  • તેઓ વિશ્વ બેંકમાં મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે સેવા આપનારા બીજા ભારતીય હશે.  
  • આ પહેલા કૌશિક બસુ 2012 થી 2016 સુધી વિશ્વ બેંકમાં મુખ્ય અર્થશાસ્ત્રી હતા.

Post a Comment

Previous Post Next Post