અકાસા એરની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટનું મુંબઈ-અમદાવાદ રૂટ પરથી ઉદ્ઘાટન.

  • નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા રવિવારના રોજ પ્રથમ અકાસા એરની પ્રથમ ફલાઇટ ને ફ્લેગ ઓફ કરી શરૂઆત કરવામાં આવી. 
  • અગાઉ, 22 જુલાઈના રોજ, ભારતની સૌથી નવી એરલાઈન Akasa Air એ શુક્રવારે અમદાવાદ, બેંગલુરુ, મુંબઈ અને કોચીમાં પ્રારંભિક નેટવર્ક સાથે તેની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ્સ માટે ટિકિટ બુકિંગ શરૂ કર્યું હતું.
  • અકાસાની નેટવર્ક વ્યૂહરચના મેટ્રો શહેરોને ભારતના નાના શહેરો સાથે જોડવાની છે.   
  • એરલાઇન પ્રથમ વર્ષમાં દર મહિને બે એરક્રાફ્ટ ઉમેરવાની યોજના ધરાવે છે.
  • તેની સ્થાપના ભારતીય અબજોપતિ રાકેશ ઝુનઝુનવાલાએ કરી છે.
  • માર્ચ 2021 દરમિયાન જેટ એરવેઝ અને ગો ફર્સ્ટના ભૂતપૂર્વ CEO વિનય દુબેએ GoFirstના ભૂતપૂર્વ ચીફ કોમર્શિયલ ઓફિસર (CCO), પ્રવીણ ઐયર અને ફ્લાઇટ ઑપરેશનના વડા, નિખિલ વેદ દ્વારા ભારતમાં નવી ઓછી કિંમતની એર સેવા શરૂ કરવાની યોજના બનાવાવમાં આવી હતી.
  • જુલાઈ 2021 માં, ભારતના અબજોપતિ વેપારી રાકેશ ઝુનઝુનવાલાએ કેરિયરમાં 40% હિસ્સા માટે $35 મિલિયનનું રોકાણ કરવામાં આવ્યું.
  • એરલાઇનને 11 ઓક્ટોબર, 2021ના રોજ પ્રથમ સરકારી મંજૂરી, નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળ્યું અને તેની ફ્લાઇંગ પરમિટ 7 જુલાઈએ મળી હતી.
India's New Akasa Air Begins

Post a Comment

Previous Post Next Post