- તેઓને વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) ના ડિરેક્ટર જનરલ (DG) અને વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- આનાથી તે ભારતની આઠ દાયકા જૂની સંશોધન અને વિકાસ (R&D) સંસ્થાની પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ બની છે.
- તેઓ ડો.રાજેશ એસ ગોખલેનું સ્થાન લીધું.
- તેઓ અગાઉ તમિલનાડુના કરાઇકુડીમાં CSIR-સેન્ટ્રલ ઇલેક્ટ્રોકેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR-CECRI) ના ડિરેક્ટર હતા.
- તેઓનો આ પદનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે.
- તાજેતરમાં જ તેઓએ જૂન 2022 માં CSIR-નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ (CSIR-NAL) ના ડિરેક્ટર પદનો વધારાનો ચાર્જ પણ સંભાળ્યો હતો.
- ડૉ. કલાઈસેલ્વીની સંશોધન કારકિર્દી ઈલેક્ટ્રોકેમિકલ પાવર સિસ્ટમ્સ પર 25 વર્ષથી વધુ લાંબી છે.
- તેઓ એ મલ્ટીફન માટે નોડલ વૈજ્ઞાનિક તરીકે પણ સેવા આપી છે.
- ડૉ. કલાઈસેલ્વી પાસે 125 થી વધુ સંશોધન પેપર અને છ પેટન્ટ છે.
- તેઓના ચાર સંશોધન પેપર નેધરલેન્ડ સ્થિત શૈક્ષણિક પ્રકાશન કંપની એલ્સેવિઅરના "હાઈએસ્ટ ટાઈટેડ ટોપ 25 હોટેસ્ટ આર્ટિકલ"માં પસંદ કરવામાં આવ્યા હતા.