ભારતીય નૌકાદળની પાંચ મહિલા અધિકારીઓએ ઇતિહાસ રચ્યો.

  • તેઓએ ડોર્નીયર 228 વિમાન દ્વારા ઉત્તર અરબી સમુદ્રમાં પહેલું સ્વતંત્ર દરિયાઇ દેખરેખ મિશન પૂર્ણ કરીને આ ઇતિહાસ રચ્યો.
  • આ મિશનમાં સામેલ પાંચ મહિલા અધિકારીઓ ગુજરાતના પોરબંદરમાં આવેલ નૌકાદળના એર એન્ક્લેવ ખાતેની એર સ્કવાડ્રન INAS 314ની મહિલા અધિકારીઓ છે.
  • લેફ્ટનન્ટ કમાન્ડર આંચલ શર્માના નેતૃત્વમાં આ મિશન હાથ ધરાયું હતું. 
  • જેમાં લેફ્ટનન્ટ શિવાંગી અને લેફ્ટનન્ટ અપૂર્વા ગીતે, લેફ્ટનન્ટ પૂજા પાંડા અને સબ લેફ્ટનન્ટ પૂજા શેખાવતનો સમાવેશ થાય છે.
  • ઉલ્લેખનીય છે કે, INAS 314 ગુજરાતના પોરબંદર ખાતેની નૌકાદળની મુખ્ય સ્કવાર્ડન છે.

Navy’s all-women crew completes maritime reconnaissance

Post a Comment

Previous Post Next Post