- આ નેવલ બેઝ લગભગ 590 મિલિયન ડોલરના ખર્ચે બનાવાયું છે જેની સેટેલાઇટ તસવીરોના માધ્યમથી ભારતને જાણ થઇ છે.
- આ નેવલ બેઝ હિન્દ મહાસાગરમાં ભારતને ઘેરવા માટે બનાવાયું હોય તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે.
- આ પહેલા પણ ચીને હિન્દ મહાસાગરમાં પોતાનું 'યુઆન વાંગ-5' જહાજ તૈનાત કર્યું છે જે વિદેશમાં આવેલ ચીનના સૈન્ય મથકો સાથે સંદેશાવ્યવહાર કરવાની ક્ષમતા ધરાવે છે.
- આ જહાજ ભારતના મહત્વના ઉપગ્રહોને પણ ટ્રેક કરી શકે છે તેમજ ભારતીય સરહદે ઉભી કરેલ સર્વેલન્સ સિસ્ટમને પણ ભેદી શકવા માટે સક્ષમ છે.
