- ભારતના સ્વતંત્રતા સેનાની અને બ્રિટનના પ્રથમ ભારતીય સાંસદ દાદાભાઇ નૌરોજીના લંડન ખાતે આવેલ ઘરને આ સમ્માન ઇંગ્લિશ હેરિટેજ દ્વારા અપાયું છે.
- આ સમ્માન ઐતિહાસિક મહત્વ ધરાવતી ઇમારતો આપવામાં આવે છે.
- દાદાભાઇ નૌરોજી 19મી સદીમાં લંડન ખાતેના આ ઘરમાં લગભગ 8 વર્ષ રહ્યા હતા.
બ્લૂ પ્લૈક:
- આ સમ્માનમાં સ્મારક પટ્ટીઓ અપાય છે જેને ઐતિહાસિક મહત્વની ઇમારતમાં લગાવવામાં આવે છે.
- મોટા ભાગે આ સમ્માન એવી ઇમારતોને અપાય છે જેમાં ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ લોકો અથવા સંગઠનોએ કામ કર્યું હોય.
- સૌપ્રથમ આ સમ્માન 1867માં કવિ લોર્ડ બાયરનના ઘરને મળ્યું હતું.
આ સમ્માન લંડનથી જોડાયેલ અન્ય ભારતીય હસ્તીઓના ઘરને પણ અપાયું છે જેમાં નૂર ઇનાયત ખાન, મોહનદાસ ગાંધી, રાજા રામ મોહનરાય, ડૉ. આંબેડકર, પંડિત જવાહરલાલ નહેરુ, વી. કે. કૃષ્ણ મેનન, શ્રી અરવિંદો, વીડી સાવરકર, રવિન્દ્રનાથ ટાગોર તેમજ લોકમાન્ય ટિળકનો સમાવેશ થાય છે.