ગુજરાતના પ્રખર સાહિત્યકાર મહેન્દ્ર મેઘાણીનુ 100 વર્ષની વયે નિધન.

  • તેઓ "રાષ્ટ્રીય શાયર"નું બિરૂદ પામેલા મહાન સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના મોટા પુત્ર હતા.
  • તેઓ "ગ્રંથના ગાંધી" તરીકે ઓળખાતા હતા.
  • તેઓ પોતાના સાહિત્યને તદ્દન ઓછી કિંમતે વેચવા માટે જાણીતા હતા.
  • 1948 અને 1949 વચ્ચે કોલંબિયા યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અભ્યાસ કર્યા બાદ મહેન્દ્ર મેઘાણીએ ભારતનું પ્રથમ સ્થાનિક માસિક ડાયજેસ્ટ "મિલાપ" શરૂ કર્યું હતું.  
  • બાદમાં, પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સાથે પત્રકાર અને પ્રતિનિધિ તરીકે યુરોપીયન દેશોની મુલાકાત લીધા પછી, મેઘાણીએ "લોકમિલાપ ટ્રસ્ટ"ની રચના કરી હતી.
  • સંપાદક તરીકે તેઓએ "અર્ધી સદીની વચનયાત્રા" પ્રકાશિત કરી હતી જે તેમના 50 વર્ષથી વાચક તરીકે રચાયેલ સાહિત્યિક કૃતિઓનો સંગ્રહ છે.  
  • આ પુસ્તકોની ચાર ગ્રંથોની 2 લાખથી વધુ નકલો વેચાઈ ગઈ છે, જેની કિંમત માત્ર રૂ. 75 છે.
  • તેઓની તેમની 'વચન યાત્રા' શ્રેણીના સંગ્રહો અને કાવ્યસંગ્રહો સહિત 12 થી વધુ પુસ્તકો પણ લખ્યા છે.
  • તેઓએ 1975માં કટોકટી દરમિયાન ઈન્દિરા ગાંધી સરકાર દ્વારા લાદવામાં આવેલી પ્રેસ સેન્સરશીપનો વિરોધ કર્યો હતો.
Mahendrabhai Meghani

Post a Comment

Previous Post Next Post