ગુજરાત સરકારે “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજના અમલમાં મૂકી.

  • કૌટુંબિક વિવાદોના નિવારણ કોર્ટની બહાર તથા સામાજીક, ધાર્મિક અને સમાજના પ્રતિષ્ઠીત વ્યક્તિઓની દરમિયાનગીરીથી સમાધાન થાય તેવા શુભ આશયથી આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
  • આ નવતર અભિગમ અંતર્ગત કૌટુંબિક વિવાદોના નિવારણ અને સુલેહ માટે “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજના અમલી બનાવવામાં આવી છે. 
  • આ યોજના હેઠળ જિલ્લા કક્ષાએ કલેકટર અને તાલુકા ક્ક્ષાએ મામલતદારની અધ્યક્ષતા માં સાત સભ્યોની સમિતિનું ગઠન કરાશે.
  • સમિતિમાં સભ્ય તરીકે સ્થાનિક કક્ષાના સામાજીક દૃષ્ટિએ પ્રતિષ્ઠિત અને વર્ચસ્વ ધરાવતા આગેવાનોને સ્થાન મળશે. 
  • આ ઉપરાંત કમિટીમાં બે વકીલ અને 2 આમંત્રિત સભ્ય અને એક મહિલા સદસ્ય ફરજિયાત રહેશે.
  • આ કમિટી બનાવવા માટે 2 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
  • આ યોજના હેઠળ કૌટુંબિક વિવાદોના જે કેસો નોંધાય તે તમામ કેસોના પક્ષકારોને સાંભળીને સ્થાનિક કક્ષાએ સમજાવટથી વિવાદોનો વધુમાં વધુ નિકાલ થાય તે મુજબની કામગીરી કરવામાં આવશે.
Government of Gujarat implemented the “Family First-Explanation Address” scheme.

Post a Comment

Previous Post Next Post