- ગાંધીનગર જિલ્લાના ઇસનપૂર મોટા ગામેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો.
- કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ફકત ૨૦ મીનીટમાં ૧ હેકટર જેટલા વિસ્તારમાં ૨૫ લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે.
- ડ્રોન ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચાડવાના ભાગરૂપે ખેડૂતો આ નવીન યોજના અમલમાં મુકવામા આવી છે.
- જેના માટે ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ૩૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
- આ યોજનામાં કુલ ૧.૪૦ લાખ એકર વિસ્તાર આવરી લેવાનું આયોજન છે.
- આ યોજના હેઠળ ખેડૂતને એક એકરમાં ડ્રોન દ્વારા છંટકાવ માટે વધુમાં વધુ 500 સહાય આપવામાં આવશે.
- જમીન ખાતા દીઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં કુલ 2500 રૂપિયાની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે.