કેરળ મુખ્યમંત્રીએ બાળકોને દૂધ અને ઈંડા આપવા માટેના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.

  • રાજ્ય સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં આંગણવાડીના મેનૂમાં દૂધ અને ઈંડાનો સમાવેશ કરવા માટે રૂ. 61.5 કરોડથી વધુ રકમ ફાળવી છે.
  • દેશની પ્રથમ ગણાતી આ યોજના હેઠળ, દરેક બાળકને 44 અઠવાડિયા (10 મહિના) માટે અઠવાડિયામાં બે દિવસ 125 મિલી દૂધ અને અઠવાડિયામાં બે વાર એક ઈંડું આપવામાં આવશે.
  • MILMA આ યોજનામાં સરકારને મદદ કરશે. 
  • MILMA એ કેરળ કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું નામ છે જે 1980માં રચાયેલી રાજ્ય સરકારની સહકારી મંડળી છે.
  • અત્રે ઉલ્લેખનીય છે કેગુજરાત રાજ્યમાં વર્ષ 2006-07થી રાજયના આદિવાસી વિસ્તારના બાળકોને પૂરતું પોષણ મળી રહે તે માટે "દૂધ સંજીવની યોજના" શરૂ કરવામાં આવી હતી.
  • જે અંતર્ગત વિદ્યાર્થીઓને અઠવાડિયામાં પાંચ દિવસ મિડ-ડે મીલ સાથે 200 મિલી ફ્લેવર્ડ મિલ્ક ધરાવતું પેકેટ આપવામાં આવે છે.
  • હાલમાં આ યોજના ગુજરાત રાજયના 26 તાલુકામાં કાર્યરત છે.
Kerala CM launched eggs and milk scheme for Anganwadi children

Post a Comment

Previous Post Next Post