શશિ થરુરને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક સમ્માન અપાશે.

  • કોંગ્રેસના નેતા શશિ થરુરને તેઓએ લખેલ લેખ અને ભાષણો માટે ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક સમ્માન Chevalier de la Legion d'Honneur આપાવામાં આવશે. 
  • આ પુરસ્કારને પહેલા Royal Order of the Legion of Honour તરીકે ઓળખવામાં આવતો હતો જે મિલિટ્રી અને સિવિલ બન્ને ક્ષેત્રમાં ફ્રાન્સનો સર્વોચ્ચ સમાન છે. 
  • આ સમ્માનની સ્થાપના વર્ષ 1802માં નેપોલિયન બોનાપાર્ટે કરી હતી. 
  • અગાઉ આ સમ્માન આઝાદી પહેલા સૌપ્રથમ બંગાળના દુર્ગા ચરણ રક્ષિતને વર્ષ 1896માં અપાયો હતો. 
  • ત્યારબાદ રત્લામના મહારાજા સજ્જનસિંહ (1918), ઇડરના મહારાજા પ્રતાપસિંહ (1918), પટિયાલાના મહારાજા ભુપિન્દરસિંહ (1930), મોહમ્મદ હનિફ (1937), કાશ્મીરના મહારાજા હરિસિંહ (1938) તેમજ કપુરથલાના મહારાજા જગજીતસિંહ (1948)ને અપાયો હતો. 
  • આઝાદી બાદ ફ્રાન્સનો આ સર્વોચ્ચ સમ્માન ફ્રાન્સ ખાતે ભારતના રાજદૂત હર્ડિટ મલિકને (1956), જે.આર.ડી. ટાટા (1983), મન્ના ડે (1985), સત્યજીત રે (1987), પંડિત રવિશંકર (2000), અમિતાભ બચ્ચન (2007), લતા મંગેશકર (2007), વી.એસ.એસ. શાસ્ત્રી (2009), એસ. એચ. રઝા (2015), યશવંત સિન્હા (2015), રતન ટાટા (2016), શોભના ભારતીય (2016), જનરલ જોગિન્દરસિંહ (2016) તેમજ રુચીરા ગુપ્તા (2017)ને અપાયો હતો.
Shashi Tharoor

Post a Comment

Previous Post Next Post