- આ દિવસ વર્ષ 2013થી સિંહો વિશે લોકોમાં જાગરુકતા વધારવા માટે મનાવાય છે.
- આ દિવસ મનાવવાની શરુઆત ફિલ્મ મેકર અને પર્યાવરણ સંરક્ષક ડેરેક અને બેવર્લી જોબર્ટ દ્વારા કરવામાં આવી હતી.
- એક સરવે મુજબ હાલ સમગ્ર વિશ્વમાં 30,000 થી 1,00,000 સિંહ જ બચ્યા હોવાનું મનાય છે.
- ભારતમાં સિંહોનું ઘર મનાતા ગીરમાં છેલ્લી સિંહ વસ્તી ગણતરી મુજબ સિંહોની સંખ્યા 523થી વધીને 674 નોંધાઇ હતી.
- છેલ્લે ગયા વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા એશિયાન્ટિક સિંહોના રક્ષણ માટે 1,300 કરોડના પ્રોજેક્ટને મંજૂરી અપાઇ હતી.