રેમન મેગ્સેસે એવોર્ડ 2022ની જાહેરાત કરવામાં આવી.

  • આ વર્ષનો રેમન મેગ્સેસે પુરસ્કાર કંબોડિયન મનોચિકિત્સક સોથિયારા છિમ અને જાપાની નેત્ર ચિકિત્સક તાદાશી હાટ્ટોરી, ફિલિપાઈન્સના બાળરોગ ચિકિત્સક બર્નાડેટ મેડ્રિડ અને ફ્રેન્ચ પર્યાવરણીય કાર્યકર્તા ગેરી બેન્ચેગીને એનાયત કરવામાં આવશે.  
  • સોથિયારા છિમ ખ્મેર એ રૂજના શાસન હેઠળ સતામણી પામેલા પીડિતોની સારવારમાં પોતાનું નામ બનાવ્યું છે.
  • જાપાની નેત્ર ચિકિત્સક તાદાશી હાટોરીએ વિયેતનામમાં હજારો ગ્રામવાસીઓની સારવાર કરી છે.  આમાંના મોટાભાગના લોકો વિયેતનામ યુદ્ધ દરમિયાન બોમ્બ ધડાકાને કારણે આંખની સમસ્યાથી પીડાતા હતા.
  • ફિલિપાઈન્સના બાળરોગ ચિકિત્સક બર્નાડેટ મેડ્રિડ એ હજારો દુર્વ્યવહારગ્રસ્ત બાળકો અને તેમના પરિવારોને તબીબી, કાનૂની અને સામાજિક સહાય પૂરી પાડી છે. 
  • ફ્રેન્ચ પર્યાવરણ કાર્યકર્તા, ગેરી બેન્ચેગીબ જેમણે ઇન્ડોનેશિયાની નદીઓમાં પ્લાસ્ટિક પ્રદૂષણને સાફ કરવાના પ્રયાસો કર્યા છે.
  • રેમન મેગ્સેસેને એશિયાના નોબેલ પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે.  
  • વાર્ષિક પુરસ્કારોનું નામ 1957ના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિના નામ પર રાખવામાં આવ્યું છે.  
  • આ એવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેમણે એશિયાના લોકોની નિઃસ્વાર્થ સેવા કરી છે.
  • વિનોબા ભાવે પ્રથમ વખત રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય હતા.
  • આ પુરસ્કારો 30 નવેમ્બરે મનિલામાં આપવામાં આવશે.
  • વર્ષ 2021માં અપાયેલ એવોર્ડમાં બાંગ્લાદેશના વેક્સિનોલોજિસ્ટ ડૉ. ફિરદૌસી કાદરી, પાકિસ્તાનના માઇક્રો ફાઇનાન્સર મુહમ્મદ અમજદ સાકિબનો, ફિલિપાઈન્સના પર્યાવરણવાદી રોબર્ટો બેઈલન, માનવતાવાદી કાર્ય માટે અમેરિકાના સ્ટીવન મુન્સી અને ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ માટે ઈન્ડોનેશિયાના વોચડોકનો સમાવેશ થાય છે.
ramon magsaysay award 2022

Post a Comment

Previous Post Next Post