- તેઓને કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોના ૮૧૩૨૬ મતો મળ્યા હતા જયારે હરીફ રિશિ સુનકને ૬૦,૩૯૯ મત મળ્યા.
- તેઓ માર્ગારેટ થેચર અને થેરેસા મે બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન છે.
- ઉલ્લેખનીય છે કે પાર્ટીમાં આંતરિક વિરોધ થયા પછી બોરિસ જ્હોન્સને ૭મી જુલાઈએ વડાપ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું.
- રાણી એલિઝાબેથના કાર્યકાળમાં બ્રિટનને ૧૫ વડાપ્રધાનો મળ્યા છે.
- જેમાંથી રાણી એલિઝાબેથે અત્યાર સુધીમાં ૧૪ વડાપ્રધાનોને શપથ લેવડાવ્યા છે અને તેઓ લિઝ ટ્રસને શપથ લેવડાવશે.
- તેઓએ ચર્ચિલ ૧૯૫૧થી ૧૯૫૫ દરમિયાન વડાપ્રધાન બન્યા ત્યારે પ્રથમ વખત વડાપ્રધાનને શપથ લેવડાવ્યા હતા.