- ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને તેમની નેટફ્લિક્સ ડોક્યુમેન્ટ્રી “અવર ગ્રેટ નેશનલ પાર્ક્સ” માટે શ્રેષ્ઠ વાર્તાકારનો એવોર્ડ મળ્યો છે.
- ઓબામાને પહેલાથી જ "ધ ઓડેસિટી ઓફ હોપ" અને "દ્રીમ્સ ઓફ માય ફાધર" માટે બે ગ્રેમી એવોર્ડ મળેલા છે.
- બરાક અને મિશેલ ઓબામાની પ્રોડક્શન કંપની "હાયર ગ્રાઉન્ડ" પ્રોડક્શન્સ, દ્વારા નિર્મિત પાંચ ભાગની આ નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરીમાં વિશ્વભરના રાષ્ટ્રીય ઉદ્યાનો દર્શાવવામાં આવ્યા છે.
- ડ્વાઇટ ડી આઇઝનહોવર એમી એવોર્ડ જીતનાર પ્રથમ યુએસ પ્રમુખ હતા.
- તેમને 1956માં વિશેષ એમી એવોર્ડ આપવામાં આવ્યો હતો.
- બરાક ઓબામા આ સન્માન જીતનારા બીજા રાષ્ટ્રપતિ છે.