- અંજાવ જિલ્લામાં ચીનની સરહદથી 15 કિમી દૂર આવેલા શહેર કિબિથુમાં સૈન્ય મથક તરફ જતા 22 કિમીના રસ્તાનું નામ 'રાવત માર્ગ' રાખવામાં આવ્યું.
- તેઓ ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા.
- તેઓ ગયા વર્ષે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.
- આ રસ્તાનું નામ મિલિટરી ગેરીસનના નામે હતું.
- જનરલ રાવતે 1999 થી 2000 સુધી અરુણાચલના સૌથી પૂર્વીય શહેર કિબિથુમાં કર્નલ તરીકે તેમની 5/11 ગોરખા રાઈફલ્સ બટાલિયનને કમાન્ડ કરી હતી.
- આ સિવાય જનરલ રાવતની લાઈફ સાઈઝ પોટ્રેટનું પણ અનાવરણ કરવામાં આવ્યું.
