- રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા 'નિક્ષય 2.0' પહેલ પણ લોન્ચ કરવામાં આવી.
- 'નિક્ષય'એ સારવાર હેઠળના ટીબીના દર્દીઓને વિવિધ પ્રકારની સહાય પૂરી પાડવા ઈચ્છુક દાતાઓ માટેનું વેબ-પોર્ટલ છે.
- નિક્ષય મિત્ર બનવા માટે www.nikshay.in અથવા www.tbcindia.gov.in પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
- નિક્ષય મિત્ર પોષણ, ક્લિનિકલ, વ્યાવસાયિક અને વધારાના પોષક, પૂરક સપોર્ટમાંથી કોઈ એક પસંદ કરી શકે છે.
- તેઓ એક થી ત્રણ વર્ષના સમયગાળા માટે મદદ આપવાનું પસંદ કરી શકે છે.
- તેઓએ રાજ્ય, જિલ્લા, બ્લોક અથવા આરોગ્ય કેન્દ્રનો વિકલ્પ પણ પસંદ કરવાનો રહેશે.
- જિલ્લા ક્ષય અધિકારીએ નિક્ષય મિત્ર બનવાની પ્રક્રિયાને સરળ બનાવવા મદદ કરવાની રહેશે.