- ગુજરાતે પ્રથમ વખત સિનેમેટિક ટુરિઝમ પોલિસી જાહેર કરી કરી છે.
- જેનો ઉદ્દેશ્ય ફિલ્મ નિર્માતાઓને કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે અને તેમને નાણાકીય સહાય પણ મળી રહે તે છે.
- આ ઇવેન્ટમાં દેવગનની ફર્મ NY સિનેમાસ LLP સહિત વિવિધ સંસ્થાઓ સાથે રૂ. 1,022 કરોડના ચાર એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
- પેનોરમા સ્ટુડિયો ઇન્ટરનેશનલ લિમિટેડ, લક્ષ્મી ફિલ્મ લેબોરેટરીઝ અને સ્ટુડિયો પ્રાઇવેટ લિમિટેડ અને બોલિવૂડ હબ એ પણ રાજ્ય સરકાર સાથે કરાર કર્યા.
- નવી પોલિસીમાં ફિલ્મ મેકિંગને 4 ભાગમાં વિભાજીત કરવામાં આવી છે.
- જેમાં લઘુતમ 10 કરોડના બજેટની વેબસિરીઝ કે સિરિયલના નિર્માણમાં 25%સુધીની સહાય મળશે.
- કોઈ પણ ભાષામાં બનેલી સિરીઝ કે સિરિયલ ગુજરાતમાં બને તો પહેલીવાર રૂ.75 લાખ, બીજી વાર 1 કરોડ અને ત્રીજીવાર દોઢ કરોડ સરકાર સીધી આર્થિક સહાય ચૂકવશે જો કે તે માટે નિર્માતાએ સ્થાનિક ગુજરાતી કલાકારો અને ગુજરાતી સ્ટાફને રાખવા પડશે. અથવા આ સહાય માટે ગુજરાતના 10 પ્રવાસન સ્થળોએ કે ધાર્મિક સ્થળોએ શૂટિંગ કરવી પડશે. અથવા 3 કરોડ સુધીનું કોસ્ટનું નિર્માણ પણ ગુજરાતમાં કરવામાં આવશે.
- પોલિસી અંતર્ગત ફિલ્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ, ફિલ્મ સિટી, ફિલ્મ અને ટીવી સ્ટુડિયો, ફિલ્મ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ, પ્રોસ્ટ પ્રોડક્શન સુવિધાઓ, ફિલ્મ મેકિંગ પ્રોજેક્ટ્સ, ફિલ્મ શુટિંગ, ટીવી અને વેબ સિરિઝ, ડોક્યુમેન્ટરી, બ્રાન્ડ એફિલિયેશન, બિગ બજેટ મુવીઝ અને મેગા ફિલ્મ ઈવેન્ટ્સ, બિગ બજેટ મુવિઝ આટલા પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન મળશે.
- ફિલ્મ મેકર્સને એકોમોડેશન બુકિંગ માટે સહયોગ, TCGLની પ્રોપ્ટીઓમાં રહેવા માટે ડિસ્કાઉન્ટ, ફિલ્મના નિર્માણ માટે સિક્યોરિટી પ્રદાન કરવી, આંતરરાષ્ટ્રીય ફિલ્મમેકર્સ સાથે લાયાઝનિંગ, જાણીતા ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પ્રોવાઇડરો સાથે જોડાણ, રાજ્યના સપ્લાયર્સ અને સર્વિસ પ્રોવાઇડરોનું લિસ્ટિંગ, ફીડબેક સિસ્ટમ મારફતે સતત એન્ગેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સુવિધાઓ મળશે.
