- ગુજરાત રાજ્ય સરકારે વયોવૃદ્ધ નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સત્વરે મળી રહે તે માટે રાજ્યની તમામ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલનો તેમજ આરોગ્ય કેન્દ્રો ખાતે 60 વર્ષની ઉપરની વયના વ્યક્તિઓને આરોગ્યક્ષી સેવાઓ માટે અલાયદી સુવિધાઓ પુરી પાડવાનો નિર્ણય લીધો છે.
- જે અનુસાર તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો પર OPD, કેસબારી, ફીઝીયોથેરાપી સેન્ટર, લેબોરેટરી, દવાબારી વગેરે સ્થળે વયોવૃદ્ધ વ્યક્તિ તે પ્રાધાન્ય અપાશે. તેમની માટે અલગ લાઈન, વોર્ડ વગેરેની વ્યવસ્થા કરાશે.
- ઉલ્લેખનીય છે કે, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા 24 કલાક ચલાવાતી એલ્ડર હેલ્પલાઈન પર નિરાધાર વયોવૃદ્ધ અંગે સંપર્ક કરતા તેમની મંજૂરી સહાય પૂરી પાડવામાં આવે છે.
- નાગરિકો નિરાધાર વયોવૃદ્ધને લગતી માહિતી હેલ્પલાઈન 14567 પર આપી શકે છે.