ભારત 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલી બેઠકનું યજમાન બનશે.

  • આ બેઠક ભારતની રાજધાની નવી દિલ્હીમાં 18-21 ઓક્ટોબરના રોજ આયોજિત થશે જેનું સંચાલન CBI દ્વારા કરવામાં આવશે.
  • આ બેઠકમાં 195 દેશોના કાયદા અમલીકરણ પ્રતિનિધિઓ ભાગ લેશે.   
  • આ ઇવેન્ટમાં નાણાકીય ગુનાઓ અને ભ્રષ્ટાચાર, ઓનલાઈન પ્રસારિત થતી બાળ જાતીય શોષણ સામગ્રી અને સાયબર ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.  
  • ઇન્ટરપોલનો નવો 'આઇ-ફેમિલિયા ડેટાબેઝ', જે ગુમ થયેલ વ્યક્તિઓને ઓળખવા માટે ફેમિલી ડીએનએ મેચિંગનો ઉપયોગ કરે છે, તે પણ એજન્ડામાં હશે.
  • આ બેઠકનો લોગોની ડીઝાઈન 13મી સદીના આર્કિટેક્ચરલ અજાયબી કોણાર્ક સૂર્ય મંદિરના રથના પૈડાથી પ્રેરિત છે. 
  • 'The Future Of Policing - પોલીસનું ભવિષ્ય' પેનલ પર મુખ્ય મુદ્દો હશે.
  • ભારત દ્વારા અગાઉ વર્ષ 1997માં આ બેઠકની યજમાની કરવામાં આવી હતી.
India to host Interpol's 90th General Assembly next year

Post a Comment

Previous Post Next Post