- ભારતીય નૌકાદળના જહાજ P34નું નામ 'INS AJAY' હતું. લાંબા અંતરના ટોર્પિડો અને એન્ટી સબમરીન રોકેટથી સજ્જ હોવાને કારણે આ જહાજને 'સબમરીન હન્ટર' તરીકે પણ ઓળખવામાં આવતું હતું.
- આ યુદ્ધજહાજને 24 જાન્યુઆરી 1990 ના રોજ પૂર્વ યુએસએસઆરમાં પોટી, જ્યોર્જિયા ખાતે કાર્યરત કરવામાં આવ્યું હતું.
- તે મહારાષ્ટ્ર નેવલ એરિયાના ઓપરેશનલ કંટ્રોલ હેઠળ 23મી પેટ્રોલ વેસલ સ્ક્વોડ્રનનો ભાગ હતું.
- આ જહાજે કારગીલ યુદ્ધ દરમિયાન 'ઓપરેશન તલવાર' અને 2001માં 'ઓપરેશન પરાક્રમ' સહિત અનેક નૌકાદળની કામગીરીમાં ભાગ લીધો હતો.