- મેલોનીને ઇટાલીના ફાસીવાદી સરમુખત્યાર બેનિટો મુસોલિનીના સમર્થક અને ઇસ્લામોફોબિક નેતા માનવામાં આવે છે.
- બીજા વિશ્વયુદ્ધ પછી આ પ્રથમ વખત બનશે જ્યારે કોઈ જમણેરી પક્ષ ઈટાલીમાં સરકાર બનાવશે.
- તેઓએ "God, country and family"ના નારા સાથે પ્રચાર કર્યો હતો.
- જ્યોર્જિયા મેલોનીનો જન્મ 15 જાન્યુઆરી 1977ના રોજ રોમમાં થયો હતો.
- 1992માં તે યુથ ફ્રન્ટમાં જોડાઈ, જે ઈટાલિયન સોશિયલ મૂવમેન્ટ (MSI)ની યુવા પાંખ છે, જે એક નિયો-ફાસીવાદી રાજકીય પક્ષ છે. બાદમાં તે નેશનલ એલાયન્સ (AN)ની વિદ્યાર્થી ચળવળ, સ્ટુડન્ટ એક્શનની રાષ્ટ્રીય નેતા બની. તે 1998 થી 2002 સુધી રોમ પ્રાંતની કાઉન્સિલર પણ હતી, ત્યારબાદ તે એએનની યુવા પાંખ યુથ એક્શનની પ્રમુખ બની હતી.
- 2008 માં, તેઓ બર્લુસ્કોની IV કેબિનેટમાં યુવા પ્રધાન તરીકે નિયુક્ત થયા જેમાં વર્ષ 2011 સુધી આ પદ પર રહયા હતા.
- 2012 માં, તેણીએ બ્રધર્સ ઓફ ઇટાલી નામની પાર્ટીની સ્થાપના કરી અને 2014 માં તેના પ્રમુખ બન્યા.