પીઢ અભિનેત્રી આશા પારેખને 2020નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ અપાશે.

  • 30 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાનાર 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં આ એવોર્ડ આપવામાં આવશે. 
  • આશા પારેખને ભારતીય સિનેમામાં તેમના જીવનકાળના અનુકરણીય યોગદાન માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
  • તેઓ અભિનેત્રી સિવાય એક કુશળ ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના, દિગ્દર્શક અને નિર્માતા પણ રહી ચુક્યા છે.  
  • બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરીને, તેણે "દિલ દેકે દેખો"માં મુખ્ય અભિનેત્રી તરીકે પ્રવેશ કર્યો હતો.
  • તેઓએ 95 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે જેમાં "કટી પતંગ", "તીસરી મંઝિલ", "લવ ઇન ટોક્યો","આયા સાવન ઝૂમ કે", "આન મિલો સજના", અને "મેરા ગાંવ મેરા દેશ" વગેરે તેઓની પ્રખ્યાત ફિલ્મો છે.
  • તેઓએ 1998 થી 2001 સુધી સેન્ટ્રલ બોર્ડ ફોર ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ના વડા તરીકે પણ સેવા આપી હતી.
  • તેઓને 1992 માં ભારત સરકારના પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 
  • તેમને 52મો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરવાનો નિર્ણય જ્યુરી દ્વારા લેવામાં આવ્યો હતો જેમાં  પાંચ સભ્યો - આશા ભોસલે, હેમા માલિની, પૂનમ ધિલ્લોન, ટી.એસ.  નાગભરણ અને ઉદિત નારાયણનો સમાવેશ થાય છે.
Asha Parekh to be bestowed with 52nd Dadasaheb Phalke award

Post a Comment

Previous Post Next Post