- આગામી ત્રણ મહિનામાં લદ્દાખના હેનલે ખાતે પ્રસ્તાવિત ડાર્ક સ્કાય રિઝર્વની સ્થાપના કરવામાં આવનાર છે.
- તેમાં ઓપ્ટિકલ, ઇન્ફ્રા-રેડ અને ગામા-રે ટેલિસ્કોપ ઉપયોગ કરવામાં આવશે.
- ડાર્ક સ્કાય રિઝર્વ સાઇટની સ્થાપનામાં વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા સ્થાનિક પ્રવાસન અને અર્થતંત્રને પ્રોત્સાહન મળશે.
- ડાર્ક સ્કાય રિઝર્વ શરૂ કરવા માટે તાજેતરમાં કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન, લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (LAHDC), લેહ અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સ (IIA) દ્વારા ત્રિપક્ષીય મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.