- અમદાવાદના સત્તાવાર EKA એરેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે યોજાનાર 36મી નેશનલ ગેમ્સની એન્થમ અને મેસ્કોટનું અનાવરણ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગુજરાતના મુખયમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું.
- ૩૬મો રાષ્ટ્રીય રમતોત્સવ 29 સપ્ટેમ્બર થી 12, ઓક્ટોબર દરમિયાન યોજાશે.
- રાજ્યના છ શહેરો - અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર - યજમાન બનશે.
- નવી દિલ્હી ટ્રેક સાયકલિંગ ઈવેન્ટનું પણ આયોજન કરશે.
- વિવિધ પ્રકારની ૩૬ રમતોમાં ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 7 હજાર જેટલા રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત ક્ષેત્રના અધિકારીઓ ભાગ લેશે.
- આ રમતોત્સવમાં પરંપરાગત ઓલિમ્પિક રમતો ઉપરાંત મલ્લખંભ અને યોગાસન તેની સ્વદેશી રમતોનો પણ સમાવેશ કરાયો છે.
- આ સમારોહમાં ગુજરાત રાજ્યમાં નેશનલ ગેઈમ્સના આયોજન માટે ઇન્ડિયન ઑલિમ્પિક એસોસિએશન, ગુજરાત રાજ્ય ઑલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકાર વચ્ચે કરારો થશે.