- ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં આવેલ ભરતોલ ગામમાં દરેક ઘરમાં RO નું પાણી આવે છે.
- આ ગામ કેન્દ્ર સરકારના પંડિત દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સશક્તીકરણ અને મુખ્યમંત્રી પંચાયત પ્રોત્સાહક પુરસ્કાર જેવા પુરસ્કારો પણ જીત્યા છે.
- આ ગામમાં રૂ. 12 લાખના પુરસ્કારની રકમ સાથે, ગ્રામ નિધિ (ગામ ભથ્થા) સાથે 20 આરઓ (વોટર પ્યુરીફાયર)આપવામાં આવ્યા છે.
- અત્યાર સુધીમાં, પાંચ આરઓ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને દરેકને સપ્લાય માટે પાણીની ટાંકી સાથે જોડવામાં આવ્યા છે જેમાંથી દરેક ઘરમાં ROનુ પાણી આવે છે.
