પદ્મજા નાયડુ હિમાલયન ઝૂલોજિકલ પાર્કને દેશના શ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલય તરીકે જાહેર કરવામાં આવ્યું.

  • પદ્મજા નાયડુ હિમાલયન ઝૂલોજિકલ પાર્ક (PNHZP)પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં આવેલ છે 
  • આ જાહેરાત 10 સપ્ટેમ્બરના રોજ ઓડિશાના ભુવનેશ્વરમાં આયોજિત ઝૂ ડિરેક્ટર્સ કોન્ફરન્સમાં કરવામાં આવી.
  • સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા દેશભરના પ્રાણીસંગ્રહાલયોની રેન્કિંગની યાદી બહાર પાડવામાં આવી.  
  • આ યાદીમાં દેશભરના લગભગ 150 પ્રાણી સંગ્રહાલયનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
  • આ યાદીમાં જ્યાં દાર્જિલિંગના પદ્મજા નાયડુ હિમાલયન ઝૂઓલોજિકલ પાર્કને પ્રથમ સ્થાન મળ્યું છે.  
  • પશ્ચિમ બંગાળના જ અલીપોર ઝૂને ચોથું સ્થાન મળ્યું છે.
  • દાર્જિલિંગના આ પ્રાણી સંગ્રહાલયમાં લાલ પાંડા આકર્ષણનું કેન્દ્ર છે આ સિવાય હિમાલયન બ્લેક બેર, સ્નો લેપર્ડ, ગોરલ અને હિમાલયન થાર જેવા અન્ય પ્રાણીઓ રહે છે. 
  • આ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના 14મી ઓગસ્ટ 1958ના રોજ કરવામાં આવી હતી.
  • લિસ્ટ મુજબ ચેન્નાઈના અરિગ્નાર ઝૂલોજિકલ પાર્કે બીજું, કર્ણાટકના મૈસુરના શ્રી ચામરાજેન્દ્ર ઝૂલોજિકલ ગાર્ડનને ત્રીજું  સ્થાન મળ્યું છે.
  • સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા આ તમામ પ્રાણીસંગ્રહાલયોનું મૂલ્યાંકન તેમના સંચાલન અને અસરકારકતા જેવા વિવિધ પરિમાણોના આધારે કરવામાં આવ્યું છે.
Padmaja Naidu Himalayan Zoological Park in Darjeeling recognised as best zoo

Post a Comment

Previous Post Next Post