- નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં આયોજિત "ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ"માં આ લોન્ચ કરવામાં આવશે.
- "ઈન્ડિયા મોબાઈલ કૉંગ્રેસ" એશિયાનું સૌથી મોટું ટેકનોલોજી આયોજિત થનાર પ્રદર્શન છે.
- સરકારે રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને અદાણી ડેટા નેટવર્ક્સ સહિત ચાર કંપનીઓ દ્વારા બિડમાં રૂ. 1.50 લાખ કરોડથી વધુ રકમની સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ કરી હોવાથી 5G ટેલિકોમ સેવાઓ ઓક્ટોબરમાં શરૂ કરવામાં આવશે.
- 5G સેવાઓ તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવશે અને શરુઆતમાં આ 13 શહેરો, અમદાવાદ, બેંગલુરુ, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનૌ, મુંબઈ અને પુણેમાં શરૂ કરવામાં આવશે.