સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત દેશને સમર્પિત.

  • આ એરક્રાફ્ટ કેરિયરનું નામ ભારતીય નૌસેનાના શૂરવીર યોદ્ધા વિક્રાંતના નામે રખાયું છે કે જેમનો ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં મહત્વનો સહયોગ હતો.
  • હવે લોંચ થયેલું વિક્રાંત અનેક મોરચે સૌથી વધુ તાકાતવર છે.
  • ભારત હવે અમેરિકા, યુકે, રશિયા, ફ્રાંસ અને ચીન સહિત અનેક પસંદગીના દેશોની યાદીમાં સામેલ થઇ ગયું છે કે જેમની પાસે આવા મોટા યુદ્ધજહાજો બનાવવાની ઘરેલુ ક્ષમતા છે. 
  • આ યુદ્ધ જહાજ દરિયામાં જ્યાં પણ હશે તો તેની આજુબાજુ આશરે દોઢ હજાર માઇલ્સના વિસ્તારમાં તેની નજર હશે.
  • અત્યારસુધી ભારતીય નૌસેનાના ધ્વજ પર અંગ્રેજ સામ્રાજ્ય સમયની સેન્ટ જ્યોર્જના રેડ ક્રોસની નિશાની હતી.
  • જેમાં ફેરફાર થયેલા નવા ધ્વજનું વડા પ્રધાન મોદીએ અનાવરણ કર્યું.
  • જેમાં ધ્વજના ઉપરના ભાગે ત્રિરંગો અને તેની બાજુમાં નીલા રંગમાં સોનેરી સરહદો સાથે  અષ્ટકોણીય આકાર છે જે ફેરફાર છત્રપતિ શિવાજીથી પ્રેરિત છે.
  • જેના નીચે સ્વદેશી જહાજ વિક્રાંતનું આદર્શ વાક્ય "જયેમ સં યુધિસ્પૃધઃ" લખેલ છે. જેનો અર્થ "જે મારી સામે ટકરાશે હું તેને હરાવી દઈશ" એમ થાય છે. 
  • આ જહાજ 262 મીટર લાંબું અને 62 મીટર પહોળું અને 40 હજાર ટન વજનનું છે.
  • 20,000 કરોડની કિંમતનું આ જહાજ 8 દરિયાઇ માઇલ્સથી 7,500 દરિયાઇ માઇલ્સ સુધીનું અંતર કાપી શકે છે. 
  • ફ્લાઇટ ડેકનો આકાર ફુટબોલના બે મેદાન જેટલો છે.
  • 30-30 ટનના 30 પ્લેન લઇને આ જંબો જહાજ ચાલી શકે છે.
  • આ જહાજમાં 2,500 કિલોમીટર ઇલેક્ટ્રિક કેબલ લાગેલા છે.
  • તેમાં 1,700થી વધુ ક્રૂ સભ્યો જહાજમાં રહી શકે છે.
  • વિક્રાંતના 76 ટકા ઘટકો સ્વદેશી છે. 
  • વિક્રાંત 88 મેગાવોટની કુલ શક્તિ સાથે ચાર ગેસ ટર્બાઇન દ્વારા સંચાલિત છે. 
  • યુએસ નેવી કેરિયર્સથી વિપરીત વિક્રાંતની ફ્લાઇટ ડેક સ્કાય-જમ્પ સાથે STOBAR (શોર્ટ ટેક-ઓફ બટ અરેસ્ટ રિકવરી) કન્ફિગરેશન ધરાવે છે જે ટેક-ઓફ દરમિયાન એરક્રાફ્ટને વધારાની લિફ્ટ આપશે.
aircraft carrier INS Vikrant

Post a Comment

Previous Post Next Post