- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આ ચોકનું લોકાર્પણ કરવામાં આવ્યું.
- સ્વર્ગસ્થ ગાયક લતા મંગેશકરના 93મી જન્મજયંતિ નિમિતે સન્માનમાં આ નામ આપવામાં આવ્યું છે.
- સરયુ નદીના કિનારે આવેલા ચોકમાં રૂપિયા 8.50 કરોડના ખર્ચે બનેલી 14 ટન વજનની 40 ફૂટ ઊંચી, 10.8 મીટર લાંબી અને 12 મીટર પહોળી વીણા મૂકવામાં આવી છે.
- આ વીણા એક મહિનામાં 70 માણસો દ્વારા કાંસા અને સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે.
- જેમાં માતા સરસ્વતી અને મોરનું ચિત્ર છે.
- આ વીણાની ડીઝાઈન પદ્મશ્રી એવોર્ડ વિજેતા રામ સૂતાર દ્વારા તૈયાર કરવામાં આવી છે.
- આ ચોકમાં લતા મંગેશકરે તેમના 92 વર્ષના જીવનમાં ગયેલા ગીતો અને ભજનોના સન્માનના પ્રતીક રૂપે ચોકની વચ્ચે 92 કમલ દળ લગાવવામાં આવ્યા છે.
- પાર્કની બીજી બાજુ લતા મંગેશકર ચોકમાં અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી છે.
- જ્યાં લતા મંગેશકર દ્વારા ગવાયેલું રામ ધૂન 24 કલાક ભક્તોના અમર મધુર અવાજમાં સાંભળવામાં આવશે.
- સ્મારકને પ્રવાસીઓ અને સંગીત પ્રેમીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટે, તેમાં અત્યાધુનિક લાઇટિંગ સ્થાપિત કરવામાં આવી છે.