કેન્દ્ર સરકાર દ્વારા FM રેડિયોમાં ત્રણ નીતિ માર્ગદર્શિકાની જોગવાઇ માટે નિર્ણય લેવામાં આવ્યા.

  • જે મુજબ 15 વર્ષના લાઇસન્સ સમયગાળા દરમિયાન એફએમ રેડિયો પરવાનગીઓના પુનર્ગઠન માટે ત્રણ વર્ષનો ગાળો દૂર કરવામાં આવ્યો.
  • આ સાથે ચેનલ હોલ્ડિંગ પર 15 ટકા રાષ્ટ્રીય મર્યાદાને દૂર કરવાની રેડિયો ઉદ્યોગની લાંબા સમયથી પડતર માંગણી પણ સરકારે સ્વીકારી છે. 
  • FM રેડિયો પોલિસીમાં નાણાકીય પાત્રતાના ધોરણોના સરળીકરણ સાથે, અરજદાર કંપની હવે પહેલા દોઢ કરોડ રૂપિયાની જગ્યાએ માત્ર એક કરોડ રૂપિયાની નેટવર્થ સાથે C અને D શ્રેણીના શહેરો માટે હરાજીમાં ભાગ લઈ શકશે.
  • જેનો ઉદ્દેશ્ય નવી રોજગારીની તકો ઉભી કરી, દેશના છેવાડાના ખૂણે સામાન્ય માણસ સુધી ફ્રી ટુ એર રેડિયો મીડિયા પર સંગીત અને મનોરંજન ઉપલબ્ધ કરાવવાનો અને ખાનગી એફએમ રેડિયો ઉદ્યોગની અર્થવ્યવસ્થાનો સુધારવાનો છે. 
Centre approves amendments to private FM Phase-III guidelines

Post a Comment

Previous Post Next Post