ભારતીય રેલવેએ 500 મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટ ટ્રેન શ્રેણીમાં મુકવાનો નિર્ણય લીધો.

  • આ માટે સંબંધિત ટ્રેનોની ગતિ 70 મીનીટ્સ સુધી વધારવામાં આવી છે.
  • 130 સેવા (65 જોડ)નું ‘સુપરફાસ્ટ’ કેટેગરીમાં રૂપાંતર કરાયું છે. 
  • આ સાથે તમામ ટ્રેનની એકંદર ઝડપ લગભગ 5% વધી છે. તેને લીધે વધુ ટ્રેનના સંચાલન માટે 5% વધારાના માર્ગ ઉપલબ્ધ બનશે.
  • ભારતીય રેલવેએ સત્તાવાર વેબસાઇટ indianrailways.gov.in પર ‘ટ્રેન્સ એટ એ ગ્લાન્સ (TAG)’ નામે ઓળખાતું નવું ટાઇમટેબલ જાહેર કર્યું છે, જે ૧ ઓક્ટોબરથી અમલી બન્યું છે.
  • વર્ષ 2022-23માં ભારતીય રેલવેની મેલ એક્સપ્રેસ માટેની સમયસરતા લગભગ 84% રહી છે, જે 2019-20ની લગભગ 75%ની સમયસરતા કરતાં 9% વધુ છે. 
  • ભારતીય રેલવેની લગભગ 3240 મેલ/એક્સપ્રેસ ટ્રેન ચાલે છે.
  • ઉપરાંત, ભારતીય રેલવેના નેટવર્કમાં લગભગ 3000 પેસેન્જર ટ્રેન્સ અને 5660 પરાંવિસ્તારની ટ્રેન્સ પણ સામેલ છે. 
  • પેસેન્જર્સને વધતી માંગને પહોંચી વળવા 2021-22માં 65000 થી વધુ સ્પેશિયલ ટ્રેન્સ ચલાવાઈ હતી. વહન ક્ષમતાને વધારવા તેમજ રોલિંગ સ્ટોકના મહત્તમ વપરાશ માટે લગભગ 566 ડબાને કાયમી ધોરણે જોડવામાં આવ્યા હતા.
trains at glance 2022

Post a Comment

Previous Post Next Post