યુએન દ્વારા વર્ષ 2022ની ક્લાઇમેટ સમિટ આગામી માસમાં ઇજિપ્ત ખાતે યોજાશે.

  • COP27 નામની આ સમિટ 6 થી 18 નવેમ્બર દરમિયાન ઇજિપ્ત ખાતે યોજાશે. 
  • આ સમિટનું પુરુ નામ Conference of the Parties (COP) છે જેની શરુઆત 1992માં યુએનના કરારથી થઇ હતી. 
  • યુએનના Intergovernmental Panel on Climate Change (IPCC) ના રિપોર્ટ મુજબ પૃથ્વીનું તામપાન 1.1 સે. વધી ચુક્યું છે તેમજ 1.5 સે. સુધી પહોચવાની સંભાવના છે ત્યારે આ કોન્ફરન્સ ખુબજ મહત્વપૂર્ણ મનાય રહી છે. 
  • આ ખતરાથી બચવાના ઉદેશ્ય રુપે વર્ષ 2015માં 194 દેશોએ પેરિસ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. 
  • આ સમિટ આફ્રિકામાં પાંચમીવાર થઇ રહી છે. 
  • આફ્રિકામાં હાલ દુકાળની સ્થિતિ છે જેને લીધે લગભગ 17 મિલિયન લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. 
  • આ સમિટના મુખ્ય ઉદેશ્યમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવું, વિવિધ દેશોને આબોહવા પરિવર્તનની તૈયારી અને તેનો સામનો કરવા મદદ કરવી, વિકાસશીલ દેશોને મદદ માટે ભંડોળ સુરક્ષિત રાખવું વગેરેનો સમાવેશ થાય છે.
COP27 2022 Egypt

Post a Comment

Previous Post Next Post