રાષ્ટ્રપતિએ પોતાના અંગરક્ષકોને સિલ્વર ટ્રમ્પેટ અને ટ્રમ્પેટ બેનર આપ્યા.

  • રાષ્ટ્રપતિના અંગરક્ષકો (President's Bodyguard - PBG) એ ભારતીય સેનાની સૌથી જૂની રેજિમેન્ટ છે જેની સ્થાપના વર્ષ 1773માં ગવર્નર-જનરલના અંગરક્ષકો (ત્યારબાદ વાયસરૉયના અંગરક્ષકો) તરીકે થઇ હતી. 
  • ભારતીય સેનાનું આ એકમાત્ર એવું યુનિટ છે જેને રાષ્ટ્રપતિનું સિલ્વર ટ્રમ્પેટ અને બેનર લઇ જવાનો વિશેષાધિકાર પ્રાપત છે. 
  • આ યુનિટને આવું કરવાનો અધિકાર વર્ષ 1923માં તત્કાલીન વાયસરૉય લોર્ડ રીડિંગ દ્વારા 150 વર્ષ પુરા થવાના અવસર પર અપાયો હતો જે પ્રથાને ત્યારબાદના દરેક વાયસરૉયે તેમજ ભારતની આઝાદી બાદ દરેક રાષ્ટ્રપતિએ યથાવત રાખી. 
  • ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 14 મે, 1957ના રોજ પોતાના અંગરક્ષકોને પોતાનું સિલ્વર ટ્રમ્પેટ અને બેનર ભેંટ કર્યું હતું. 
  • આ યુનિટના અલગ અલગ સમયે અલગ અલગ નામ હતા જેમાં 1773માં સ્થાપના દરમિયાન તેનું નામ Governor's Troop of Moghuls, ત્યારબાદ વર્ષ 1784માં તેનું નામ બદલીને Governor-General's Bodyguard કરાયું હતું, વર્ષ 1859માં તેને Viceroy's Body Guard નામ અપાયું, વર્ષ 1944માં તેનું નામ ફરી બદલીને 44th Divisional Reconnaissance Squadron રખાયું, વર્ષ 1946માં ફરીવાર તેને ગવર્નર જનરલના નામ પરથી Governor-General's Bodyguard નામ અપાયું અને છેલ્લે ભારતની આઝાદી બાદ વર્ષ 1950માં તેને President's Bodyguard નામ અપાયું. 
  • હાલ આ યુનિટમાં કુલ 222 લોકો છે જેમાં 4 ઓફિસર્સ, 20 જૂનિયર કમિશન્ડ ઓફિસર અને 198 સોવર્સ (ઘોડેસવાર)નો સમાવેશ થાય છે.
Murmu Presents Silver Trumpet, Trumpet Banner to President’s Bodyguard

Post a Comment

Previous Post Next Post