હવામાન વિભાગ દ્વારા ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 'સિતરંગ' વાવાઝોડાની આગાહી કરવામાં આવી.

  • ઉત્તર આંદામાન અને આસપાસના વિસ્તારોમાં "સિતરંગ" વાવાઝોડું એક્ટિવ થયેલ છે.
  • 23-24 ઓકટોબરના રોજ જે વાવાઝોડામાં ફેરવાઈ શકવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
  • 2018 પછી ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વિકસિત થનારું આ પ્રથમ ચક્રવાત છે.
  • 'સિતરંગ' (સિ-ટ્રાંગ) નામ થાઇલેન્ડ દ્વારા આપવામાં આવ્યું છે.
  • એપ્રિલ 2020 થી Regional Specialised Meteorological Centre (RSMC) દ્વારા તૈયાર કરાયેલ ઉષ્ણકટિબંધીય ચક્રવાતના નામોની સૂચિમા આ નામ છે.
  • IMD એ ચક્રવાત માટે સલાહ અને ચેતવણીઓ પ્રદાન કરવા માટે ફરજિયાત વિશ્વના છ RMSCs પૈકી એક છે.  
  • 13 સભ્ય દેશોમાં બાંગ્લાદેશ, ભારત, ઈરાન, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યમનનો સમાવેશ થાય છે.
sitrang cyclone

Post a Comment

Previous Post Next Post