સત્યજીત રે ની ફિલ્મ 'પાથેર પાંચાલી'ને સર્વશ્રેષ્ઠ ભારતીય ફિલ્મ ઘોષિત કરવામાં આવી.

  • આ જાહેરાત International Federation of Film Critics (FIPRESCI) દ્વારા કરવામાં આવી છે. 
  • FIPRESCIનું પુરુ નામ Fédération Internationale de la PRESse CInématographique છે. 
  • સત્યજીત રે ની ફિલ્મ 'પાથેર પાંચાલી' એ વર્ષ 1955માં રીલિઝ કરવામાં આવી હતી. 
  • આ ફિલ્મ વિભૂતિભૂષણ બંધોપાધ્યાય દ્વારા લિખિત 1929ના બંગાળી ઉપન્યાસ પર આધારિત છે જેનું નામ પણ 'પાથેર પાંચાલી' છે. 
  • સત્યજીત રે ના દિગ્દર્શનમાં બનેલ તે પ્રથમ ફિલ્મ હતી જેમાં સુબીર બેનરજી, કાનૂ બેનરજી, કરુણા બેનરજી, ઉમા દાસગુપ્તા, પિનાકી સેનગુપ્તા અને ચુનિબાલા દેવીએ અભિનય કર્યો હતો. 
  • FIPRESCI દ્વરા પ્રસિદ્ધ ટોપ ફિલ્મોની યાદીમાં પાથેર પાંચાલી સિવાય મેઘે ઢાકા તારા, ભૂવન સોમ, એલિપ્પાથાયમ, ઘટાશ્રદ્ધા, ગર્મ હવા, ચારુલતા, અંકુર, પ્યાસા તેમજ શોલેનો સમાવેશ થાય છે.
FIPRESCI declared ‘Pather Panchali’ as best Indian movie

Post a Comment

Previous Post Next Post