- તાજેતરમાં જ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ દ્વારા આ પ્રકારની જાહેરાત બાદ ગુજરાત રાજ્ય સરકારે પણ મેડિકલ અને ઇજનેરી શિક્ષણ ગુજરાતીમાં પણ આપવાની જાહેરાત કરી છે.
- આ જાહેરાત મુજબ હાલના અંગ્રેજી કોર્સનો ગુજરાતી અનુવાદ કરવા માટે સરકાર એક સમિતિની રચના કરશે.
- આ તમામ કોર્સનું ગુજરાતીમાં અનુવાદ કરવા માટે રાજ્ય સરકાર રુ. 50 લાખની ફાળવણી કરશે.
- અનુવાદ કર્યા બાદ તેના સિલેબસના મૂળ તત્વોને કોઇ અસર ન થાય તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવશે.