ISSF શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2022માં ઈજીપ્તમાં ભારતે 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેળવ્યો.

  • ઈજીપ્તમાં ચાલી રહેલ આ ચેમ્પિયશિપમાં ભારતની રમિતા જિંદાલએ જુનિયર 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં આ મેડલ મેળવ્યો.
  • જેમાં તેણીએ ચીનની યિંગ શેનને 16-12થી પરાજય આપ્યો.  
  • ઉપરાંત ભારતીય જુનિયર મહિલા ટીમે 10 મીટર એર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેળવ્યો.
  • જેમાં તેઓએ  ચીનની ટીમને 16-6થી પરાજય આપ્યો.
  • ભારતની જુનિયર મહિલા વિજેતા ટીમમાં ઈશા સિંહ, શિખા નરવાલ અને વર્ષા સિંહનો સમાએવશ થાય છે.  
  • ભારતીય શૂટર સમીરે મેન્સ 25 મીટર જુનિયર પિસ્તોલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો.  
  • તિલોત્મા સેને  રેન્કિંગ રાઉન્ડમાં ત્રીજા સ્થાને રહી બ્રોન્ઝ મેડલ જીત્યો.
  • આ ચેમ્પિયનશિપમાં ભારતનો આ છઠ્ઠો ગોલ્ડ મેડલ છે જેમાં બે ગોલ્ડ સિનિયર ઈવેન્ટસમાં અને ચાર ગોલ્ડ જુનિયર ઇવેન્ટમાં જીત્યા.
  • ભારત મેડલ ટેલીમાં છ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ સાથે કુલ 15 મેડલ સાથે બીજા ક્રમે છે.  
  • ચીન 17 ગોલ્ડ મેડલ સહિત 32 મેડલ સાથે ટોચ પર છે.


Post a Comment

Previous Post Next Post