પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 'મિશન લાઈફ' નો કેવડીયાથી પ્રારંભ કરવામાં આવ્યો.

  • સંયુક્ત રાષ્ટ્ર સંઘના સચિવ એન્ટોનીયા ગુટેરસ ભારતના 2 દિવસના પ્રવાસે છે.
  • પ્રધાનમંત્રી કેવડીયા ખાતે 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે. 
  • પ્રધાનમંત્રી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘના સચિવ એન્ટોનીયા ગુટેરસેની હાજરીમાં પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી 'મિશન લાઈફ' નો પ્રારંભ કરાવવામાં આવ્યો. 
  • આ ઉપરાંત પ્રધાનમંત્રી દ્વારા તાપી જિલ્લાના વ્યારા ખાતે એક હજાર 970 કરોડ રૂપિયાના ખર્ચની વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન-શિલાન્યાસ કરવામાં આવ્યું.
  • વિદેશ મંત્રાલય દ્વારા કેવડિયા ખાતે ત્રણ દિવસીય 10મી હેડ ઓફ મિશન પરિષદનું આયોજન કરાયું છે. 
  • આ ત્રણ દિવસીય પરિષદમાં 100થી વધુ ભારતીય મિશનના વડા સહિત વિશ્વભરના રાજદૂતો, ઉચ્ચ કમિશનરો ભાગ લેશે. 
  • આ પરિષદમાં સમકાલીન ભૌગોલીક – રાજકીય અને ભૌગોલિક-આર્થિક લગતા તથા જોડાણો સંબંધી વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
  • 'મિશન લાઈફ' એ પર્યાવરણની જાળવણી અને સુરક્ષા માટે ભારતની આગેવાની હેઠળની વૈશ્વિક ચળવળ છે.
PM launches Mission LiFE at Statue of Unity in Ekta Nagar, Kevadia, Gujarat

Post a Comment

Previous Post Next Post