ભારતની મહિલા અધિકાર કાર્યકર્તા સૃષ્ટિ બક્ષીને "ચેન્જમેકર એવોર્ડ"થી સન્માનિત કરવામાં આવ્યા.

  • આ એવોર્ડ સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) પુરસ્કારોમાંથી એક છે.
  • તેઓને આ પુરસ્કાર લિંગ-આધારિત હિંસાનો સામનો કરવા અને જાહેર સ્થળોએ સુરક્ષિત પ્રવેશ પ્રદાન કરવા માટે તેમની હિમાયત માટે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. 
  • તેઓએ આ માટે 12 રાજ્યોમાંથી પસાર થઈને કન્યાકુમારીથી કાશ્મીર સુધી 3,800 કિમી પગપાળા યાત્રા કરી. 
  • આ દરમિયાન, તેણીએ મહિલાઓ સામે હિંસાના કારણો વિશે જાગૃતિ ફેલાવવા ઉપરાંત મહિલાઓને સશક્ત બનાવવા માટે ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા પર સોથી વધુ વર્કશોપનું પણ આયોજન કર્યું. 
  • તેણીની ચાલવાની યાત્રા "VOMB: વુમન ઓફ માય બિલિયન" નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનેલ છે.
  • આ ડોક્યુમેન્ટરી ફિલ્મ 2021માં લોન્ચ કરવામાં આવી હતી જે પાછળથી ચાર ખંડોમાં 14 થી વધુ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી.
Srishti Bakshi

Post a Comment

Previous Post Next Post