- આ સર્વેમાં સતત છઠ્ઠા વર્ષે મધ્યપ્રદેશના ઈન્દોરને ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્થાન મળ્યું છે.
- બીજા ક્રમાંકે ગુજરાતનું સુરત અને ત્રીજા ક્રમાંકે મહારાષ્ટ્રનું નવી મુંબઈ છે.
- "સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ 2022"માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્યોની શ્રેણીમાં મધ્યપ્રદેશ પ્રથમ, છત્તીસગઢ બીજુ અને મહારાષ્ટ્રે ત્રીજા સ્થાને છે.
- સ્વચ્છ ભારત મિશન (શહેરી) ની પ્રગતિનો અભ્યાસ કરવા અને વિવિધ સ્વચ્છતા અને સ્વચ્છતા માપદંડોના આધારે શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULB) ને રેન્ક આપવા માટે સ્વચ્છ સર્વેક્ષણ હાથ ધરવામાં આવે છે.
- વર્ષ 2021 માં, ઈન્દોર પ્રથમ, સુરત બીજા, વિજયવાડા ત્રીજા, નવી મુંબઈ ચોથા અને નવી દિલ્હી પાંચમા ક્રમે હતું.
- આ વર્ષે આ સર્વેમાં નવી દિલ્હી નવમા ક્રમે રહ્યું છે.
- આ રિપોર્ટ મુજબ 1 લાખથી વધુ વસ્તીની શ્રેણીમાં સૌથી સ્વચ્છ ગંગા નગર તરીકે હરિદ્વાર, બીજા સ્થાન વારાણસી અને ત્રીજા સ્થાન ઋષિકેશને મળ્યું.
- એક લાખથી ઓછી વસ્તી ધરાવતા ગંગા નગરોમાં બિજનૌર પ્રથમ ક્રમે ત્યારબાદ અનુક્રમે કન્નૌજ અને ગર્મુખેશ્વર છે.
- 100થી ઓછી શહેરી સ્થાનિક સંસ્થાઓ ધરાવતાં રાજ્યમાં ત્રિપુરાએ ટોચનું સ્થાન મેળવ્યું.
- એક લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં, મહારાષ્ટ્રનું પંચગની પ્રથમ ક્રમે, છત્તીસગઢનું પાટણ (એનપી) બીજા અને મહારાષ્ટ્રનું કરહાડ ત્રીજા ક્રમે રહ્યા.