વડાપ્રધાન દ્વારા ગુજરાતમાં "વંદે ભારત" અને "મેટ્રો ફેઝ 1"નું લોકાર્પણ કરવામાં આવ્યું.

  • વડાપ્રધાન દ્વારા ગાંધીનગરથી ભારતની ત્રીજી "વંદે ભારત એકસપ્રેસ ટ્રેન" ને લીલીઝંડી આપી અમદાવાદ મુંબઈના રૂટ પર રવાના કરવામાં આવી.
  • આ ટ્રેનથી મુંબઈ અમદાવાદનું અંતર સાડા પાંચ કલાકમાં કપાશે.
  • અમદાવાદના કાલુપુર થી તેઓએ "મેટ્રો ફેઝ 1"ના 32 કિમી રૂટને કાર્યરત કર્યો જે પોતાના એક ઇતિહાસ છે. 
  • જ્યારથી ભારતમાં મેટ્રો સેવાઓ શરૂ થઈ છે ત્યારથી, આ પહેલીવાર છે જ્યારે એક સમયે 32 કિમીનો વિસ્તાર શરૂ કરવામાં આવ્યો છે.
  • ફેઝ-1 રૂટ 2 ઓક્ટોબરે મુસાફરો માટે ખુલ્લો મુકવામાં આવશે.
  • દેશમાં મેટ્રો રેલની કુલ લંબાઈ 810 કિમી થઈ છે.
  • મેટ્રો રેલનો પ્રસ્તાવ 2012માં કેન્દ્રને મોકલવામાં આવ્યો હતો, નવેમ્બર 2014માં તેને મંજૂરી મળી હતી.
  • માર્ચ 2015 માં, રાજ્ય સરકારની સંસ્થા હોવાને કારણે, મેટ્રો-લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર અને અમદાવાદ (MEGA) એ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનું 50:50 સંયુક્ત સાહસ બન્યું.  
  • જાન્યુઆરી 2019 માં MEGA નું નામ બદલીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) રાખવામાં આવ્યું.
PM Modi inaugurates Vande Bharat Express & Ahmedabad Metro Rail Project phase I

Post a Comment

Previous Post Next Post