- આ પ્રોજેક્ટ દ્વારા વડોદરામાં વાયુસેનાના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવામાં આવશે.
- આ પ્રોજેક્ટ હેઠળ વડોદરા એરપોર્ટ પરિસરમાં જ આ માટે જગ્યા ફાળવવામાં આવશે તેમજ પ્રાથમિક તબક્કે વિદેશથી આવનારા 16 પ્લેનનું એસેમ્બ્લિંગ કરવામાં આવશે.
- ભારતના ઇતિહાસમાં પ્રથમવાર એવું બનશે કે સિવિલ એરફિલ્ડમાં જ એરફોર્સ માટેના પ્લેનનું એસેમ્બ્લિંગ કાર્ય કરવામાં આવ્યું હોય.
- ઉલ્લેખનીય છે કે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા 24 સપ્ટેમ્બર, 2021ના રોજ 21,935 કરોડનો કરાર કરવામાં આવ્યો હતો જેનો ઉદેશ્ય આ પ્રકારના એરક્રાફ્ટ તેમજ સ્પેસ સંબંધિત ઉપકરણોનું દેશમાં જ ઉત્પાદન કરવાનો છે.