QS Sustainability World Ranking 2023માં ભારતની 15 સંસ્થાઓને સ્થાન અપાયું.

  • આ રેન્કિંગ વિશ્વભરની યુનિવર્સિટીઝનું લોકપ્રિયતા અને પ્રદર્શનના આધાર પર માપન દર્શાવે છે. 
  • આ રેન્કિંગ માટે પર્યાવરણીય, સામાજિક અને શાસન સંબંધિત સમસ્યાઓ સાથે કામ કરવાની સંસ્થાની ક્ષમતાને પણ માપવામાં આવે છે. 
  • આ વર્ષના રેન્કિંગમાં કુલ 700 સંસ્થાઓનો સમાવેશ કરાયો છે જેમાંથી 15 ભારતની છે. 
  • ભારતની સંસ્થાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સંસ્થાઓમાં આઇઆઇટી બોમ્બે ટોપ પર છે જ્યારે દેશની અન્ય સંસ્થાઓમાં દિલ્હીનું જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય ટોચના સ્થાન પર છે. 
  • આ સિવાય આઇઆઇટી દિલ્હી, દિલ્હી યુનિવર્સિટી, આઇઆઇટી કાનપુર, આઇઆઇટી રુરકી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તેમજ જાદવપુર યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

Post a Comment

Previous Post Next Post